Call Us : 022 - 23525001 / 23526001

અમારો સમય છે!
સોમથી શુક્ર – સવારે 9:30થી સાંજે 6:00 વાગ્યા સુધી
શનિ-સવારે 9:30થી બપોરે 4:00 વાગ્યા સુધી

Case Studies

આ અઠવાડિયાનો કેસ

57 વર્ષીય પુરુષ દર્દી શ્રી જી બી, ઘણાં વર્ષોથી ડાબા પગમાં દુઃખાવો અને સોજાની સમસ્યા સાથે આવ્યાં હતાં, જે ધીમે-ધીમે છેલ્લાં 2 વર્ષથી રૂઝાઈ નહીં રહેલાં અલ્સર તરીકે વિકસી હતી. વીનસ ડોપલર સ્ટડીએ એસ-પી જંક્શન અક્ષમતા, રીફ્લક્સ એસએસવી અને અક્ષમ પર્ફોરેટર્સની સમસ્યા ઉજાગર કરી હતી, જેની એન્ડોવીનસ લેસર અને સ્ક્લેરોથેરાપીની પ્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવી હતી, જેના પછી ઘા પર 4 સ્તરનું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. એક મહિનાની અંદર જ અલ્સર પર સરસ રૂઝ આવી ગઈ હતી.

આ અઠવાડિયાનો કેસ

જેમણે રસોડામાં દરરોજ સતત 3-4 કલાક ઊભા રહેવું પડે છે તેવા 42 વર્ષીય ગૃહિણી શ્રીમતી એસ એ, જમણા પગમાં 10-12 વર્ષથી (પ્રસૂતિ બાદથી) દુઃખાવા અને સ્પાઇડર નસોની સમસ્યા સાથે આવ્યાં હતાં. વીનસ ડોપલર સ્ટડીએ રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝની સમસ્યા ઉજાગર કરી હતી. જીએસવી અને સ્પાઇડર નસોની ફૉમ સ્ક્લેરોથેરાપી દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સારવારને પગલે એક મહિનાની અંદર જ લક્ષણોમાં રાહત મળવાની સાથે વેરિકોસિટીઝ દૂર થઈ ગઈ હતી.

આ અઠવાડિયાનો કેસ

69 વર્ષીય પુરુષ દર્દી શ્રી એલ એલ, છેલ્લાં ઘણા વર્ષોથી જમણા પગમાં દુઃખાવો અને સોજો ધરાવતા હતાં, જે છેલ્લાં 1 વર્ષ દરમિયાન ધીમે-ધીમે અસાધ્ય એવા અલ્સરમાં વૃદ્ધિ પામ્યો હતો. વીનસ ડોપલર સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી, એસએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ ઉજાગર કર્યા હતા, જેની એન્ડોવીનસ લેસર અને સ્ક્લેરોપેથી પ્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવી હતી અને તે પછી ઘા પર નિયમિતપણે ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. અલ્સર સારી રીતે રૂઝાઈ ગયું હતું અને વેરિકોસિટીઝ એક મહિનાની અંદર ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

27 વર્ષીય પુરુષ દર્દી શ્રી વી ઓ , કે જેમણે એન્જિનિયર તરીકે 8-9 કલાક સતત બેઠાળુ કામ કરવાનું રહે છે, તેઓ ડાબા પગમાં દુઃખાવો, પગની વચ્ચે લાર્જ સુપરફિશિયલ વેરિકોસિટીઝની ફરિયાદ સાથે આવ્યા હતા. વીનસ ડોપલર સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ ઉજાગર કર્યા હતા. એન્ડોવીનસ લેસર પ્રક્રિયાનો ઉપયોગ કરીને જીએસવીને કાપીને અલગ કરવામાં આવ્યું હતું. ફોમ સ્ક્લેરોથેરાપી વડે પોસ્ટીરિયર કાલ્ફમાં રહેલ મોટી વેરિકોસિટીઝની સારવાર કરવામાં આવી હતી. આ સારવારને પગલે ફક્ત એક મહિનાની અંદર લક્ષણોમાં રાહત થઈ જવાની સાથે વેરિકોસિટીઝ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

53 વર્ષીય ગૃહિણી શ્રીમતી આર. જે, છેલ્લાં 10 વર્ષથી ડાબા પગમાં દુઃખાવા અને સોજાની ફરિયાદ સાથે આવ્યાં હતાં.આ સાથે જ તેમને પગના વચ્ચેના ભાગે બળતરા, રાત્રે થતું સ્નાયુઓનું સંકોચન (નાઇટ ક્રેમ્પ્સ), લાર્જ વેરિકોસિટીઝ જેવી સમસ્યાઓ પણ હતી.વીનસ ડોપલર સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝની સમસ્યાઓ ઉજાગર કરી હતી.એન્ડોવીનસ લેસર પ્રક્રિયા દ્વારા જીએસવીને કાપીને દૂર કરવામાં આવ્યું હતું.માઇક્રોફ્લેબેક્ટોમી પ્રક્રિયા દ્વારા પોસ્ટીરિયર કાલ્ફમાં રહેલ મોટી વેરિકોસિટીઝને દૂર કરવામાં આવી હતી.આ સારવારને પગલે ફક્ત એક મહિનાની અંદર લક્ષણોમાં રાહત થઈ જવાની સાથે વેરિકોસિટીઝ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

26 વર્ષીય પુરુષ દર્દી શ્રી એફ. બી, એન્જિનિયર હોવાથી તેમણે ઘણો પરિશ્રમ કરવો પડે છે, જેના પરિણામે તેઓ જમણા પગમાં દુઃખાવો, સોજો અને પગના વચ્ચેના ભાગે મોટી વેરિકોસિટીઝની ફરિયાદ સાથે આવ્યા હતા.વીનસ ડોપલર સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી.એન્ડોવીનસ લેસર પ્રક્રિયા દ્વારા જીએસવીને કાપીને દૂર કરવામાં આવ્યું હતું.માઇક્રોફ્લેબેક્ટોમી પ્રક્રિયા દ્વારા પોસ્ટીરિયર કાલ્ફમાં રહેલ મોટી વેરિકોસિટીઝને દૂર કરવામાં આવી હતી. આ સારવારને પગલે બે મહિનાની અંદર લક્ષણોમાં રાહત થઈ જવાની સાથે વેરિકોસિટીઝ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

46 વર્ષીય મહિલા દર્દી શ્રીમતી આરવી , 2-3 કલાક ઊભું રહેવું પડે તેવો બિઝનેસ ધરાવે છે, તેઓ જમણા પગમાં દુઃખાવો અને સોજો તેમજ છેલ્લાં 1-2 વર્ષથી ઘૂંટીની આસપાસ ચામડીના પિગ્મેન્ટેશન જેવી સમસ્યાઓ સાથે આવ્યાં હતાં. વીનસ ડોપલરે એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી, એસએસવી, સુપરફિશિયલ વેરિકોસિટીઝ અને ઇન્કૉમ્પિટન્ટ પર્ફોરેટર્સ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી.આરએફએ પ્રક્રિયા દ્વારા જીએસવીને કાપીને દૂર કરવામાં આવ્યું હતું અને લેસર પ્રક્રિયા દ્વારા ઇન્કૉમ્પિટેન્ટ પર્ફોરેટર્સને બંધ કરી દેવામાં આવ્યા હતાં. એક મહિનાની અંદર જ વેરિકોસિટીઝ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

37 વર્ષીય મહિલા દર્દી શ્રીમતી એનબી, જમણા પગમાં દુઃખાવો અને છેલ્લાં 1 વર્ષથી જાંઘની વચ્ચે મોટી વેરાઇસિસ કે જે છેલ્લાં છ મહિનામાં ખૂબ વધી ગઈ હોવાની સમસ્યાઓ સાથે આવ્યા હતા.વીનસ ડોપલર સ્ટડીએ ડાઇલેટેડ એસએસવી, ઇન્કૉમ્પિટન્ટ પર્ફોરેટર્સ અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ ઉજાગર કર્યા હતા, જેને લેસર અને ફોમ સ્ક્લેરોથેરાપીના સંયોજન વડે બંધ કરી દેવામાં આવ્યા હતા.તેમને લક્ષણોમાં સંપૂર્ણ રાહત થઈ જવાની સાથે ફક્ત એક જ મહિનાની અંદર શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થયા હતા.

કેસ સ્ટડી

36 વર્ષીય પુરુષ દર્દી શ્રી કેએનડાબા પગમાં દુઃખાવો અને છેલ્લાં 3-4 વર્ષથી પગના ઉપલા મધ્ય ભાગે મોટી વેરિકોસિટીઝની સમસ્યા સાથે આવ્યા હતા. વીનસ ડોપલર સ્ટડીએ રીફ્લક્સિંગ જીએસવી, ઇન્કૉમ્પિટન્ટ પર્ફોરેટર્સ અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી, જેની એન્ડોવીનસ લેસર પ્રક્રિયા દ્વારા સારવાર કરવામાં આવી હતી. કોઇપણ પ્રકારનો ડાઘ છોડ્યાં વગર વેરિકોસિટીઝ ફક્ત એક મહિનાની અંદર ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

58 વર્ષીય પુરુષ દર્દી શ્રી કેએસછેલ્લાં ઘણાં વર્ષોથી વેરિકોઝ નસની તીવ્ર સમસ્યા ધરાવતાં હતાં, જે છેલ્લાં 2 વર્ષમાં ધીમે-ધીમે પગના આગળના ભાગની આસપાસ મોટા અસાધ્ય અલ્સરમાં વિકસિત થઈ ગઈ હતી. વીનસ ડોપલ સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને ઇન્કૉમ્પિટન્ટ પર્ફોરેટર્સ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી. ઇન્ડોવીનસ લેસર પ્રક્રિયા દ્વારા જીએસવી અને ઇન્કૉમ્પિટન્ટ પર્ફોરેટર્સને કાપીને દૂર કરવામાં આવ્યાં હતાં અને તે પછી અલ્સર માટે 4 સ્તરીય ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. આગામી 4 અઠવાડિયાના સમય દરમિયાન અલ્સર સારી રીતે રૂઝાઈ ગયું હતું.

કેસ સ્ટડી

48 વર્ષીય ગૃહિણી શ્રીમતી જીએમ, જમણા પગમાં દુઃખાવા અને છેલ્લાં 3-4 વર્ષથી ઘૂંટીના આસપાસના ભાગે ત્વચાના પિગ્મેન્ટેશનની ફરિયાદ સાથે આવ્યા હતા. વીનસ ડોપલર સ્ટડીએ એસ-એફ જંક્શન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી. એન્ડોવીનસ લેસર પ્રક્રિયા અને સ્ક્લેરોથેરાપીના સંયોજન દ્વારા જીએસવીને કાપીને દૂર કરી દેવામાં આવ્યું હતું. માઇક્રોફ્લેબેક્ટોમી પ્રક્રિયા દ્વારા પોસ્ટીરિયર કાલ્ફમાં રહેલ મોટી વેરિકોસિટીઝને દૂર કરવામાં આવી હતી. આ સારવારને પગલે ફક્ત એક મહિનામાં જ વેરિકોસિટીઝ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

29 વર્ષીય પુરુષ શ્રી એપીછેલ્લાં 5 વર્ષથી વેરિકોઝ નસની તીવ્ર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેઓ ડાબા પગમાં દુઃખાવા અને ડાબી ઘૂંટીના વચ્ચેના ભાગે ત્વચાના પિગ્મેન્ટેશનની ફરિયાદ સાથે આવ્યા હતા. વીનસ ડોપલરે એસ-એફ જંક્સન ઇન્કૉમ્પિટન્સ, રીફ્લક્સિંગ જીએસવી અને સુપરફિશિયલ વેરિકોસિટીઝ જેવી સમસ્યાઓ ઉજાગર કરી હતી. એન્ડોવીનસ લેસર પ્રક્રિયા દ્વારા જીએસવી કાપીને દૂર કરી દેવામાં આવ્યું હતું. માઇક્રોફ્લેબેક્ટોમી પ્રક્રિયા દ્વારા પોસ્ટીરિયર કાલ્ફમાં રહેલ લાર્જ વેરિકોસિટીઝને દૂર કરવામાં આવી હતી. આ સારવારને પગલે લક્ષણોમાં રાહત થઈ જવાની સાથે વેરિકોસિટીઝ ફક્ત એક મહિનામાં જ ગાયબ થઈ ગઈ હતી.

કેસ સ્ટડી

બેંકના એક વરિષ્ઠ એક્સિક્યુટિવ ઘણાં લાંબા સમયથી જમણા પગમાં વેરિકોસિટીની સમસ્યા ધરાવતા હતા, લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે બેસી રહેવાથી તેમને પગમાં દુઃખાવો થતો હતો, પગ પર સોજો આવી જતો હતો, ખાસ કરીને સાંજના સમયે. ઇન્કૉમ્પિટન્ટ ગ્રેટ સેફેનસ નસને બંધ કરવા માટે લેસરનો અને આ નસના દૂરવર્તી હિસ્સાને બંધ કરવા માટે સ્ક્લેરોથેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રક્રિયાના તુરંત બાદ ફૂલેલી નસ સારી રીતે બેસી ગઈ હતી.

કેસ સ્ટડી

વહાણની ગોદીમાં કામ કરતા આ 40 વર્ષીય કામદારે સતત ઊભા રહેવું પડે તેવું કામ કરવું પડતું હતું, જેના પરિણામે તેમને ડાબા પગની પાછળની બાજુએ વેરિકોસિટીઝની તીવ્ર સમસ્યા સર્જાઈ હતી. તેમને આપવામાં આવેલી લેસર સારવારના એક મહિના બાદ અમે વેરિકોઝ નસની સાઇઝમાં ઘટાડાની સાથે સ્થિતિમાં સ્પષ્ટપણે સુધારો જોઈ શક્યા હતા.

કેસ સ્ટડી

આ 65 વર્ષીય ગૃહિણી છેલ્લાં 40 વર્ષથી વેરિકોસિટીઝની તીવ્ર સમસ્યા ધરાવતાં હતાં. છેલ્લાં 8 વર્ષથી ઊભા રહેવા પર તેમને બંને જાંઘ અને પગમાં તીવ્ર દુઃખાવો થતો હતો. અહીં નીચે ચિત્રોમાં જમણા પગ અને જાંઘમાં મોટી વેરિકોસિટીઝની સારવાર પહેલાં અને સારવાર પછીની તુરંતની સ્થિતિ દર્શાવવામાં આવી છે. છેલ્લું ચિત્ર સારવાર પછીના 6 અઠવાડિયે પ્રાપ્ત થયેલું પરિણામ દર્શાવે છે, જેમાં વેરિકોસિટીઝ દેખાતી થતી નથી.

કેસ સ્ટડી

કૉલેજમાં અભ્યાસ કરતા આ 21 વર્ષીય વિદ્યાર્થીને જમણા પગમાં વેરિકોઝ નસ મોટી થઈ જવાની સમસ્યા સર્જાઈ હતી, જેના પરિણામે તેને ઊભા રહેતી અને ચાલતી વખતે દુઃખાવો થતો હતો અને અસુવિધા અનુભવાતી હતી. તેની સાથે ગ્રેટ સેફેનસ નસની અક્ષમતા પણ સર્જાઈ હતી. લેસર સારવાર કરવામાં આવતા જ વેરિકોઝ નસ તુરંત બેસી ગઈ હતી અને દુઃખાવામાં પણ તુરંત રાહત મળી ગઈ હતી.

કેસ સ્ટડી

આ 70 વર્ષીય વૃદ્ધને તેમની વેરિકોઝ નસને કારણે રાત્રે ડાબો પગ ખેંચાવાની તીવ્ર સમસ્યા રહેતી હતી. સારવારને પગલે 2 અઠવાડિયાની અંદર જ પગ ખેંચાવાની સમસ્યામાંથી રાહત મળી ગઈ હતી.

કેસ સ્ટડી

આ 45 વર્ષીય રસોઈયા(કૂક)ને સતત ઊભા રહીને ફરજ બજાવવી પડતી હતી. લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે નસો ફૂલી જવાની જટિલતા સર્જાતા તેમને મોટું વેરિકોઝ વીનસ અલ્સર થઈ ગયું હતું, જેની પર છેલ્લાં બે વર્ષથી નિયમિતપણે ડ્રેસિંગ કરવામાં આવતું હોવા છતાં રૂઝ આવી શકી નહોતી. તેને ઇન્કૉમ્પિટેન્ટ પર્ફોરેટર નસને બંધ કરવાની સાથે તેમની ઇન્કૉમ્પિટેન્ટ નસને બંધ કરવા લેસરની સારવાર આપવામાં આવી હતી. આગામી બે મહિના દરમિયાન તેમનું વેરિકોઝ અલ્સર સંપૂર્ણપણે રૂઝાઈ ગયું હતું.

કેસ સ્ટડી

કુરિયર બોય કે જેણે તેના કામ દરમિયાન ઘણાં કિલોમીટર સાઇકલ હાંકવી પડતી હતી, તેને તેના બંને પગમાં તીવ્ર વેરિકોસિટીઝ થઈ ગઈ હતી. સર્જરી કરાવવા તેણે ઓછામાં ઓછા એક મહિના માટે પોતાનું કામ બંધ કરી દેવું પડે તેમ હોવાથી સર્જરી કરાવવી તેને પોસાય તેમ નહોતી. તેણે લેસરની સારવાર લીધી અને 48 કલાકની અંદર તે ફરીથી સાયકલ ચલાવતો થઈ ગયો.

ગ્રેટ સેફેનસ નસની વેરિકોઝ નસની લેસરથી થતી સારવારના કેસ સ્ટડીઝ

વીનસ અલ્સર્સ – કેસ સ્ટડીઝ

ટૂંકી સેફેનસ નસની વેરિકોઝ નસ – કેસ સ્ટડીઝ

જાંઘની પાર્શ્વીય નસ- કેસ સ્ટડીઝ

રેટિક્યુલર અને સ્પાઇડર નસો

રેટિક્યુલર અને સ્પાઇડર નસો જો બળતરા અને દુઃખાવાના લક્ષણો દર્શાવતી હોય અથવા તો જો તે કૉસ્મેટિકરીતે તકલીફદેય હોય તો તેની પણ અસરકારક રીતે સારવાર શક્ય છે. એન્ડોવીનસ લેસર દ્વારા ફીડર નસોને બંધ કરી દેવામાં આવે છે અને માઇક્રો ફોમ સ્ક્લેરોથેરાપી દ્વારા સુપરફિશિયલ નસોને બંધ કરી દેવામાં આવે છે. તેમાં રાસાયણિક દ્રાવણ (સામાન્ય રીતે પોલિડોકેનોલ)માંથી ફીણ બનાવ્યા બાદ નાનકડી ગેજ સોય મારફતે આ નસોમાં ઇન્જેક્શન આપવામાં છે. મોટાભાગના દર્દીઓને અંદાજે 6 અઠવાડિયાના અંતરાલે એક કે બે સેશનની જરૂરિયાત રહે છે.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.30 am to 6.00 pm Monday to Friday
9.30 am to 4.00 pm Saturdays