Call Us : 022 - 23525001 / 23526001

અમારો સમય છે!
સોમથી શુક્ર – સવારે 9:30થી સાંજે 6:00 વાગ્યા સુધી
શનિ-સવારે 9:30થી બપોરે 4:00 વાગ્યા સુધી

ડૉક્ટર હાઉસ કાર્ડિયો વાસ્ક્યુલર સેન્ટરમાં આપનું સ્વાગત છે

છેલ્લાં ત્રણ દાયકામાં ટેકનોલોજીમાં થયેલી પ્રગતિએ હૃદય અને રક્તનલિકાઓની બીમારીઓની સારવારમાં ક્રાંતિ લાવી દીધી છે.
આગામી પેજમાં આપ હૃદય, પેરિફેરલ ધમનીઓ અને નસોની બીમારીઓની ઉપલબ્ધ સારવાર માટેની વિવિધ ઇન્ટરવેન્શનલ (અંતઃક્ષેપી) પદ્ધતિઓ અંગેની માહિતી જાણી શકશો.
હાલમાં સર્જરી કર્યા વગર ફક્ત નાનકડી પ્લાસ્ટિકની ટ્યુબ, બલૂન અને સ્ટેન્ટનીમદદથી ઉપયોગમાં લેવામાં આવતી ટેકનિક વડે આવી ઘણી બીમારીઓની સારવાર શક્ય છે.આ ટેકનિકને ઇન્ટરવેન્શનલ (અંતઃક્ષેપી) સારવાર કહેવામાં આવે છે, જે હાલમાં કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓની સારવારની સૌથી જાણીતી પદ્ધતિ છે. મોટાભાગના કિસ્સાઓમાં, એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી તેમજ ટાંકા પણ લેવા નથી પડતા કે તેના કોઈ ડાઘા પણ રહી જતા નથી. દર્દીને સામાન્ય રીતે ફક્ત 1 કે 2 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને તેઓ તરુંત જ પોતાના કામ પર પાછા ફરી શકે છે.

અમારા ફીઝિશિયનોએ જસલોક હોસ્પિટલ ખાતે તારીખ 6 જાન્યુઆરી, 2003 ના રોજ વિરિકોઝ નસની દેશની સર્વપ્રથમ સત્તાવાર લેસર ટ્રીટમેન્ટ કરી હતી.

13 વર્ષ
લેસર ટ્રીટમેન્ટ ના

15000થી વધુ કેસની
સફળતાપૂર્વક સારવાર

Copyright ©2018 Doctor House Cardio Vascular Centre. All rights reserved.

Website Designed 2 Tech Brothers