એફ એ ક્યૂ

સ્પાઇડર અને વેરિકોઝ નસોની સમસ્યા થવા પાછળના કારણો કયા છે?

સ્પાઇડર અને વેરિકોઝ નસની સમસ્યા સર્જાવા પાછળના કારણોની કોઇને જાણકારી નથી પરંતુ એવા કેટલાક પરિબળો છે, જેનાથી વ્યક્તિને આ સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.

સ્ત્રીઓમાં પગમાં વેરિકોઝ નસોની સમસ્યાની ઉપસ્થિતિ પેલ્વિક કન્જેશન સીન્ડ્રોમ જેવી વધુ વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચિત કરે છે.
અંડાશય અને પેડુના ક્ષેત્રમાં નસોની અયોગ્ય કામગીરીને કારણે પેલ્વિક કન્જેશન સીન્ડ્રોમની સમસ્યા સર્જાય છે, જે પેટ, નિતંબ, યોની અને પગમાં વેરિકોસિટીઝના રૂપે બહાર આવે છે. જે સ્ત્રીઓને ખાસ કરીને ઉભા રહેતી વખતે, ભાર ઊંચકતી વખતે અથવા જાતીય સમાગમ બાદ પેડુના ભાગમાં દુઃખાવો થતો હોય તેમને આ સ્થિતિ સર્જાઈ શકે છે.

વેરિકોઝ નસોથી વિપરિત સ્પાઇડર નસોની સમસ્યા મોટાભાગે દબાણ વધી જવાને કારણે થતી નથી, સિવાય કે, નજીકમાં આવેલી વેરિકોસિટીઝ દ્વારા જ દબાણ પેદા કરવામાં આવ્યું હોય. મોટાભાગે આ સમસ્યા સ્રી હોર્મોન એસ્ટ્રોજનની હાજરીને કારણે સર્જાય છે, જેથી કરીને સ્પાઇડર નસોની સમસ્યા સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીઓ ગર્ભવતી હોય, મોં વાટે ગર્ભનિરોધકો લઈ રહી હોય અને દેખીતી રીતે જ્યારે તે એસ્ટ્રોજન રીપ્લેસમેન્ટ થેરાપી પર હોય ત્યારે તેના પગલે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર વધી જવાને કારણે તેમને સ્પાઇડર નસોની સમસ્યા સર્જાવાનું જોખમ વધી જાય છે.

નસોની સમસ્યા નિવારવા માટે હું શું કરી શકું?

એકવાર આપને વેરિકોઝ અને સ્પાઇડર નસની સમસ્યા થઈ જાય તે પછી તબીબી સારવાર વગર તે જતી નથી. નસો સાથે સંબંધિત આ બીમારીની પ્રગતિ ધીમી પાડવા માટે શક્ય એટલી વહેલી ચિકિત્સકીય સારસંભાળ જરૂરી હોવાની સાથે આ નસની સમસ્યાને ઘટાડનારા કેટલાક પરંપરાગત ઉપાયો પણ છેઃ

નોંધઃ સામાન્ય રીતે વિવિધ તબીબી સ્થિતિઓથી પીડાતી ધમનીઓ અને નસો તથા આપણને જે આહાર ટાળવા માટે ચેતવણી આપવામાં આવેલી છે તેવા વધુ માત્રામાં ચરબી અને કોલેસ્ટ્રોલ ધરાવતાં આહાર ‘ધમનીઓને કડક બનાવી’ દઈ શકે છે પરંતુ પગની નસો પર તેનો કોઈ પ્રભાવ પડતો નથી.

શું ચાલવાથી વિરિકોઝ નસની સમસ્યા વધુ બદત્તર બની જાય છે?

ના. ચાલવું એ ચોક્કસપણે લાભદાયી છે. આપ જ્યારે ચાલો છો ત્યારે આપના પગના સ્નાયુઓ નસોને દબાવીને સંકોચે છે અને આમ તે રક્તને હૃદયમાં પાછું લાવવામાં મદદરૂપ થાય છે. જો ચાલવાથી તકલીફ અનુભવાતી હોય તો આપને અનુભવાતી આ સુવિધાનું કારણ જાણવા (જેમ કે, વેરિકોઝ નસ સિવાયના અન્ય કોઈ કારણોને ચકાસવા) માટે આપે આપના ફીઝીશિયનની મુલાકાત લેવી જોઇએ. સારા કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરવા માટે પણ ચાલવું એ વ્યાયામનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે.

શું વેરિકોઝ નસની સમસ્યા માટે મારે ડૉક્ટરને બતાવવું જોઇએ?

ડૉક્ટરને બતાવવું કે નહીં તે અંગે નિર્ણય લેતી વખતે આ અગત્યના પ્રશ્નોને યાદ રાખોઃ શું વેરિકોઝ નસ સૂજી ગઈ છે, લાલ થઈ ગઈ છે અથવા તો સ્પર્શતી વખતે તે નાજુક થઈ ગયેલી લાગે છે કે ગરમ લાગે છે?

જો ના, તો પેશીની ઉપર નસની આસપાસ જાતે કરવાની સારવારના સૂચનોને અનુસરવાનું ચાલુ રાખો.
તેના કારણે ત્વચાના થોડા હિસ્સામાં સંવેદનશૂન્યતા, બળતરા અથવા તો સર્જરીના ઘાની આસપાસ સંવેદનમાં ફેરફાર સર્જાઈ શકે છે. સર્જરીની સૌથી ગંભીર પરંતુ ભાગ્યે જ જોવા મળતી જટિલતા ડીપ વેઇનમાં રક્ત ગંઠાઈ જવાની સમસ્યા છે, જે ગંઠાઈ ગયેલું રક્ત આગળ વધીને છેક ફેંફસા અને હૃદય સુધી પહોંચી જઈ શકે છે.

ઇકોનોમી ક્લાસ સીન્ડ્રોમ એટલે શું?

ઘણીવાર વેરિકોઝ નસ મુસાફરી વખતે લાંબો સમય સુધી બેસી રહેવાથી ખૂબ મોટી થઈ જાય છે. નસોની નબળી દિવાલની સમસ્યા જ્યારે ફ્લાઇટમાં નિષ્ક્રિય બેસી રહેવાની સાથે ભેગી થાય છે ત્યારે તે ‘ઇકોનોમી ક્લાસ સીન્ડ્રોમ’ તરફ અથવા તો પગના નીચેના હિસ્સામાં સુપરફિશિયલ વીનસ સિસ્ટમમાં રક્ત ગંઠાઈ જવાની સમસ્યા તરફ દોરી જાય છે. 30,000 ફૂટની ઊંચાઈએ પગની તંદુરસ્તી જાળવી રાખવા માટે બેઠાં-બેઠાં પગની ઘૂંટી ફેરવવાની, વચ્ચેના ગલિયારામાં ચાલવાની અને પિંડી ઊંચી કરવા જેવી ફ્લાઇટમાં કરવાની કસરત કરો.

શું વેરિકોઝ નસની કોઈ જટિલતાઓ હોય છે? જો તેની સારવાર કરવામાં ન આવે તો કેવી સમસ્યાઓ સર્જાઈ શકે?

વેરિકોઝ નસની સમસ્યા ધરાવતાં મોટા ભાગના લોકોને કોઈ જટિલતા થતી નથી. કોને ગંભીર સમસ્યા થશે તેનું અનુમાન લગાવવું લગભગ અશક્ય હોય છે. વેરિકોઝ નસનો દ્રશ્યમાન આકાર જટિલતાઓ વિકસસે કે નહીં તેની સાથે સંકળાયેલ નથીઃ
સુપરફિશિયલ થ્રોમ્બોફ્લેબિટિસ - તે વેરિકોઝ નસમાં રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે. તેનાથી લાલ ચકામા પડી જાય છે, દુઃખાવો થાય છે અને પ્રભાવિત હિસ્સો કુમળો થઈ જાય છે. જ્યાં સુધી તે ખૂબ વધુ વિસ્તરી ન જાય અને ડીપ વેઇન્સ સાથેના એકાદ જંક્શન સુધી પહોંચી ન જાય ત્યાં સુધી આ સ્થિતિ જોખમી નથી. આ પ્રકારનું ગંઠાઈ ગયેલું રક્ત તેની જગ્યાએથી હટીને ફેંફસા સુધી પહોંચી જતું નથી (ડીપ વેઇન્સમાં ગંઠાઈ જનારા રક્તથી વિપરિત). આ એક અસામાન્ય ઘટના છે.
રક્તસ્રાવ - જો વેરિકોઝ નસ અત્યંત પાતળી ત્વચાથી આવરાયેલી હોય તો સાવ સામાન્ય ઇજાને કારણે પણ રક્તસ્રાવ થઈ શકે છે. તે ઘણી ગંભીર બાબત હોય છે અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.

આપને જો ઘણાં વર્ષોથી વેરિકોઝ નસની સમસ્યા હોય તો નીચે મુજબની સ્થિતિઓ સર્જાઈ શકે છેઃ
નસોનું ખરજવું - તે મોટી વેરિકોઝ નસની ઉપર અથવા તો ઘૂંટીની આસપાસ થાય છે. તેનાથી ત્વચા શુષ્ક, લાલ થઈ જઈ શકે છે, ચામડી ઉતરવા લાગે છે અને તેની પર ખંજવાળ આવે છે.
વીનસ પિગ્મેન્ટેશન - તે ઘૂંટીની આસપાસ થઈ જતું કથ્થઈ રંગનું ચકામું છે. નસમાંથી ત્વચામાં થોડી માત્રામાં રક્ત ગળતું હોવાને કારણે આમ થાય છે.
લિપોડર્મેટોસ્ક્લેરોસિસ - તે પિગ્મેન્ટેશનનો આગામી તબક્કો છે, જેમાં ત્વચાની નીચેની ચરબી ઘટ્ટ થઈ જાય છે અને ત્વચા કડક થઈ જાય છે અને સૂજી જાય છે. આ એક અત્યંત જોખમી તબક્કો છે, જેમાં નાનકડી ઇજાને કારણે પણ અલ્સર થઈ શકે છે.
વીનસ અલ્સરેશન - ઘૂંટી પાસે અલ્સર થવું.
કૃપા કરી એ વાત નોંધો કે, પગના કોઈ હિસ્સામાં, ખાસ કરીને પિંડીના ભાગે અચાનક દુઃખાવો થાય અને રંગ ફીકો પડી જાય તો તે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું સૂચક હોઈ તેની ઇમરજન્સી તરીકે સારવાર થવી જોઇએ.

શું મારે વેરિકોઝ નસની સારવાર કરાવવી જોઇએ?

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays