નસો કઈ રીતે કામ કરે છે

રુધિરાભિસરણ તંત્ર

કોશિકાઓમાં ઑક્સિજન પહોંચાડવાનું કામરુધિરાભિસરણ તંત્ર કરે છે. આ સમગ્ર તંત્રમાં હૃદય, ધમનીઓ, નસો, રુધિરકેશિકાઓ અને રક્તનો સમાવેશ થાય છે. હૃદયની પમ્પિંગ કરવાની ક્રિયા ઑક્સિજન ધરાવતાં રક્તને હૃદય અને ફેંફસામાંથી ધમનીઓ અને રુધિરકેશિકાઓ મારફતે સમગ્ર શરીરમાં રહેલીલાખો કોશિકાઓ સુધી પહોંચાડે છે.કોશિકાઓને જીવંત રાખવા ઑક્સિજન અને ખોરાક પહોંચાડીને રક્ત પેશીઓમાંથી પસાર થયા બાદનસોમાં એકઠું થાય છે.
ત્યારબાદ નસો મારફતે રક્ત હૃદયમાં પાછું ફરે છે.
હૃદય ધમનીઓ મારફતે રક્તને ખૂબ જ ઊંચા દબાણે ધકેલતું હોય છે, જેથી તે પગમાં અને પેશીઓમાં નીચેની તરફ ખૂબ ઝડપથી પસાર થાય છે.
જોકે, પગમાંથી રક્તને પાછું લાવવું એ એટલું સરળ નથી. પગમાં કોઈ ‘હૃદય’હોતું નથી, માટે રક્તને પગમાંથી હૃદયમાં પાછું લાવવા માટે શરીર અન્ય કોઈ ઉપાય અજમાવવો પડે છે.

રુધિરાભિસરણ તંત્ર

ઊભા રહેવું

આપ જ્યારે ઊભા હો છો ત્યારે હૃદય પગની ઉપર ઉઠેલું હોય છે. હૃદયથી પગ સુધીના રક્તના કૉલમના વજનને કારણે તે રક્તમાં દબાણ વધારી દે છે. તેને ‘ગુરુત્વીય’કે ‘હાઇડ્રોસ્ટેટિક’દબાણ કહેવામાં આવે છે.
ઊભા રહેવાને કારણે પેદા થતું આ વધારાનું દબાણ રક્તને હૃદયથી પગ સુધી ધમનીઓમાં પ્રવાહિત થવામાં મદદરૂપ થાય છે.પરંતુ, આ જ ‘ગુરુત્વીય’કે ‘હાઇડ્રોસ્ટેટિક’દબાણનો અર્થ એ છે કે, રક્તને હૃદય સુધી પાછું લઈ આવવા માટે નસોમાં પ્રવાહિત થતાં રક્તમાં પૂરતું દબાણ નથી.
આથી જ, જે લોકોએ સતત ઊભા રહેવું પડતું હોય (જેમ કે, પરેડમાં સૈનિકોએ) તે લોકો બેભાન થઈ જતાં હોય છે. તેઓ પોતાના પગમાંથી રક્તને બહાર કાઢી શકતા નથી, જેથી તેઓ તેને પોતાના મગજ સુધી પહોંચાડી શકતા નથી અને આખરે તેઓ બેભાન થઈ જાય છે.
આથી, આ પરિસ્થિતિને નિવારવા માટે રક્ત પગમાંથી બહાર નીકળીને પાછું હૃદય સુધી પહોંચે તે જરૂરી છે..

ઊભા રહેવું

પગના પમ્પ કે મસલ્સ પમ્પ કે‘પેરિફેરલ હાર્ટ’નું કાર્ય

આપણે જ્યારે બેઠા કે ઊભા હોઇએ ત્યારે આપણે સામાન્ય રીતે બેભાન થઈ જતાં નથી તે હકિકત દર્શાવે છે કે, રક્ત સરળતાથી હૃદયમાં પાછું ફરી રહ્યું છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ રક્તને પગમાં નીચેની તરફ ધકેલે છે તે જ રીતે, ઘૂંટી અને પગના નીચેના ભાગમાંથી રક્તને કેડ(બસ્તિપ્રદેશ)માં પાછું ધકેલવા માટે પમ્પની જરૂર પડે છે, જ્યાંથી તે શ્વાસોચ્છવાસની મદદથી હૃદયમાં પાછું ફરી જાય છે. પેરિફેરલ હાર્ટ એ પિંડી અને પગમાં સ્નાયુઓ, નસો અને વાલ્વની બનેલી સિસ્ટમ હોય છે, જે ઑક્સિજન રહિત થયેલાં રક્તને હૃદય અને ફેંફસામાં પાછું પહોંચાડવા માટે એક સાથે કામ કરે છે. નસો વન-વે વાલ્વ ધરાવતી હોય છે, જે પગના અંગૂઠાથી હૃદય સુધીરક્તને પાછા ફરતું અટકાવે છે. આ વાલ્વ ટ્રેપ ડોરની જેમ કામ કરે છે, જે પ્રત્યેકવાર સ્નાયુઓનું સંકોચન થતાં ખુલે છે અને રક્તને પાછું ફરતું અટકાવવા માટે સ્નાયુ શિથિલ થતાંની સાથે બંધ થઈ જાય છે.
પગમાંથી કેડ (બસ્તિપ્રદેશ) સુધી રક્તને પાછું ઉપર ધકેલવા માટે પગનો પમ્પ બે પરિબળ પર આધારિત હોય છેઃ

પગના પમ્પ નું કાર્ય

હલનચલન

પગમાં થતી સ્નાયુઓની હલનચલન નસો પર દબાણ કરે છે અને તેને સંકોચે છે. આ હલનચલનમાં સૌથી અગત્યની હલનચલન ઘૂંટીના સાંધાનું હલનચલન કરનારા પિંડીના સ્નાયુઓની હોય છે.
અહીં જમણી બાજુએ આપેલું ચિત્ર ઘૂંટીના સાંધાનું હલનચલન કરનારા પિંડીના સ્નાયુઓ દર્શાવે છે –જ્યારે સ્નાયુઓ સંકોચાય છે ત્યારે તે તેની અંદર જ નસોને કેવી રીતે દબાવે છે તે જુઓ.

હલનચલન

નસોમાં સ્થિત વાલ્વ

નસોને દબાવીને સ્નાયુઓ દ્વારા લગાવવામાં આવતું દબાણ રક્તને આગળ ધકેલશે. પરંતુ વાલ્વ વગર રક્ત દિશાહિન રીતે આગળ વધે છે અને તેથી જ રક્ત પગમાંથી બહાર ધકેલાતું નથી. સામાન્ય માણસમાં નસો દ્વારા થતી પગની રક્ષામાં વાલ્વ દ્વારા આ પાછા ફેંકાવાની ક્રિયાનું નિવારણ મહત્વની ભૂમિકા ભજવે છે.જ્યારે વાલ્વ કામ કરતા હોય છે ત્યારે નસ ‘સક્ષમ’હોવાનું કહેવાય છે. જ્યારે વાલ્વ ક્ષતિગ્રસ્ત થઈ જાય કે નબળા પડી જાય છે ત્યારે તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી. જેના પરિણામસ્વરૂપ,બીજા હૃદય પર ભારણ વધી જાય છે અને રક્ત નસોમાં જમા થઈ જાય છે.

અહીં જમણી બાજુએ આપવામાં આવેલ ચિત્ર દર્શાવે છે કે, નસોમાં જો કોઈ વાલ્વ જ ન હોય તો સામાન્ય રીતે સ્નાયુઓ કેવી રીતે સંકોચાઈ જાય છે.
પગમાં નસોની બે પ્રકારની સિસ્ટમ કામ કરતી હોય છેઃ ડીપ સિસ્ટમ અને સુપરફિશિયલ સિસ્ટમ. ડીપ સિસ્ટમ અંદાજે 1 ઇંચનો વ્યાસ ધરાવતી મોટી નસો ધરાવે છે અને તે હાડકાંની નજીક સ્નાયુઓથી ઘેરાયેલી અવસ્થામાં સ્થિત હોય છે. સુપરફિશિયલ સિસ્ટમ ત્વચાની સપાટી નીચેથી સીધી જોઈ શકાતી નસો ધરાવો છે. આ બંને સિસ્ટમો 2 જંક્શનોએ મળે છે અને પર્ફોરેટર્સ તરીકે ઓળખાતી એકબીજા સાથે જોડાયેલી શ્રેણીબદ્ધ નસો મારફતે પગની નસોમાં રહેલું 90%રક્ત ડીપ વીનસ સિસ્ટમ દ્વારા અને 10%રક્ત સુપરફિશિયલ વીનસ સિસ્ટમ દ્વારા હૃદયમાં પાછું ફરે છે.

નસોમાં સ્થિત વાલ્વ

સુપરફિશિયલ સિસ્ટમ બે મુખ્ય સિસ્ટમ ધરાવે છે

ધી ગ્રેટ સેફેનસ વેઇનઃતે પગની ઘૂંટીની અંદરની બાજુની આસપાસથી શરૂ થાય છે અને જંઘામૂળ (સાથળના મૂળ) સુધી જાય છે, જ્યાં તે ડીપ વેઇન્સ સાથે જોડાઈ જાય છે. આ જગ્યાએ એક મોટો વન વે વીનસ વાલ્વ આવેલો હોય છે, જે સેફેનો ફેમોરલ વાલ્વ તરીકે ઓળખાય છે. જો વાલ્વ ગળવાનો શરૂ થઈ જાય તો, રક્ત ગ્રેટે સેફેનસ વેઇનમાં જમા થઈ જાય છે અને તેના પરિણામસ્વરૂપ આ આખી નસ ફેલાઈ જાય છે.

શોર્ટ સેફેનસ સિસ્ટમઃપગની આ સુપરફિશિયલ નસ ઘૂંટીના બાહ્ય ભાગેથી શરૂ થાય છે અને ઉપરની બાજુએ ઘૂંટણીની પાછળ સુધી જાય છે, જ્યાં તે ડીપ વેઇન્સમાં દાખલ થઈ જાય છે. આ જગ્યાએ સેફેનો પોપલિટીલ વાલ્વ તરીકે ઓળખાતો વીનસ વાલ્વ આવેલો હોય છે. આ વાલ્વમાંથી ગળતર થાય તો શોર્ટ સેફેનસ વેઇન ફેલાઈ જાય છે.

પર્ફોરેટરનસોના વાલ્વ

પગમાં વિવિધ સ્તરે સુપરફિશિયલ વેઇન્સ અને ડીપ વેઇન્સની વચ્ચે નાની સંયોગી નસો આવેલી હોય છે. તેને પર્ફોરેટેર વેઇન્સ કહેવામાં આવે છે અને તે પર્ફોરેટર વાલ્વ ધરાવે છે, જે રક્તને સુપરફિશિયલમાંથી ડીપ સિસ્ટમમાં પ્રવાહિત થવાનું શક્ય બનાવે છે. જો આ વાલ્વ ગળવા લાગે તો રક્ત ડીપમાંથી સીધું જ સુપરફિશિયલ સિસ્ટમમાં પ્રવાહિત થવા લાગે છે.જે વેરિકોઝ વેઇન્સની સમસ્યા ધરાવતા દર્દીની ઘૂંટીની આસપાસ જોવા મળતી રંજક્તા માટે સર્વસામાન્ય રીતે જવાબદાર હોય છે. આ નસો ત્વચાની સાથેઊભી(સીધી)રહેતી હોઈ ફેલાયેલી નસોને જોઈ શકાય છે.

પર્ફોરેટરનસોના વાલ્વ

ખરાબ થઈ જવાને કારણે વાલ્વનિષ્ફળ જતાં પગના પમ્પનો ઉપયોગ

જ્યારે નસમાં આવેલા વાલ્વ કામ નથી કરતા ત્યારે તેને ‘અક્ષમ’થઈ ગયેલા વાલ્વ કહેવામાં આવે છે.સામાન્ય સ્થિતિમાં રહેલી નસોમાં, સ્નાયુઓ નસને દબાવે છે અને રક્ત દબાણપૂર્વક નસની બહાર ધકેલાય છે.જોકે, જ્યારે દબાણ મુક્ત થાય છે અને નસો ખુલે છે ત્યારે વાલ્વ તેને નિવારી શકવામાં અક્ષમ હોઈ રક્ત પાછું પગમાં નીચે આવી જાય છે.તેને વીનસ ‘રીફ્લક્સ’કહેવામાં આવે છે. વેરિકોઝ વેઇન્સ, પગમાં દુઃખાવો, વીનસ એક્ઝીમા(ખરજવું), લિપોડર્મેટોસીલેરોસિસ અને વીનસ લેગ અલ્સર્સ જેવી પગ સાથે સંબંધિત દરેક બીમારી વાસ્તવમાં પગના પમ્પની નિષ્ફળતાને કારણે સર્જાય છે અને આખરે વીનસ રીફ્લક્સ તરફ દોરી જાય છે.

Functioning Valves in Veins

Leg Pump with No Valves

Failing Valves

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays