શું આ સાચું છે?

પુરુષો કરતા સ્ત્રીઓમાં વેરિકોઝ નસોની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વૈજ્ઞાનિક રીતે સમજીએ તો, નસો અને રૂધિરકેશિકાઓ (સૂક્ષ્મ રક્તવાહિનીઓ) એસ્ટ્રોજેન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને પુરુષો કરતાં સ્ત્રીઓમાં વેરિકોઝ નસો, સ્પાઇડર નસોની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે.
સ્ત્રીઓમાં વેરિકોઝ નસોની સમસ્યા સર્જાવાની શક્યતા 3 ગણી વધી જાય છે.

ગર્ભાવસ્થાને કારણે વેરિકોઝ નસની સમસ્યા સર્જાઈ શકે છે.

ફક્ત ગર્ભાવસ્થાને કારણે વેરિકોઝ નસોની સમસ્યા સર્જાતી નથી પરંતુ આપના નસોના વાલ્વ મૂળભૂત રીતે નબળા હોય તો તે ગર્ભાવસ્થા દરમિયાન લીક થવાના શરૂ થઈ જાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન આ નસો વધુ દેખાવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ ફેલાઈ ગયેલી નસો પ્રસૂતિ બાદ દેખાતી બંધ થઈ જાય છે. મોટાભાગની મહિલાઓ માટે આ બાબત વાસ્તવિક્તા છે.
જોકે, વારંવાર થતી ગર્ભાવસ્થાને કારણે નસોના આવા નબળા પડી ગયેલા વાલ્વને આગળ વધુ નુકસાન પહોંચે છે અને વેરિકોઝ નસોની સમસ્યા વધુ તીવ્ર બની જાય છે.

વેરિકોઝ નસોની સમસ્યા ધરાવતી 405 મહિલાઓનો અભ્યાસ

આ નસોની સારવાર કરાવતાં પહેલાં આપે આપના પરિવારની સલાહ લેવી જોઇએ.

ઉપર જણાવ્યાં મુજબ, ગર્ભાવસ્થા વેરિકોઝ નસોની સમસ્યા સર્જતી નથી પરંતુ આ સમસ્યાને વધુ વકરાવે છે. આથી, જેટલી શક્ય એટલી વહેલી તેની સારવાર કરવામાં આવે તોઃ

વેરિકોઝ નસો એ એકમાત્ર કોસ્મેટિક છે અને તેની સારવાર ન કરવાથી કોઈ જોખમ પેદા થતું નથી.

આ વાત સાચી નથી. ફક્ત એક નાનકડી સ્પાઇડર નસ પણ જાંઘોમાં બળતરા અને સંવેદનશૂન્યતા જેવી આકરી તકલીફ સર્જી શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા નસોની આસપાસ ફેલાયેલા નાના જ્ઞાનતંતુઓમાં બળતરા થવાને કારણે થાય છે. સ્ક્લેરોથેરાપી તરીકે ઓળખાતી ટેકનીક મારફતે આવી સ્પાઇડર નસોની સારવાર કરવાથી ઘણાં દર્દીઓને રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્પાઇડર નસોમાંથી ઘણી બધી તેની નીચે રહેલી પર્ફોરેટર નસો સાથે સંકળાયેલી હોય છે, લાંબાગાળાની રાહત મેળવવા માટે જેને પણ બંધ કરવી પડે છે.

ઘણાં દર્દીઓમાં મોટી વેરિકોઝ નસો દુઃખાવો કરતી નથી. જોકે, સમય જતાં આવી નસોમાં વધી ગયેલું દબાણ પગની ઘૂંટીની આસપાસ કાળા ચકામા અને ત્વચાનું પિગ્મેન્ટેશન, ત્વચા શુષ્ક બની જવી અને ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ સર્જી શકે છે અને અલ્સર તરીકે ઓળખાતી રૂઝાય નહીં તેવી ઈજા તરફ દોરી જઈ શકે છે.

કેટલાક કિસ્સાઓમાં, આવી માટો નસોમાં થંભી ગયેલું રક્ત ગંઠાઈ(થ્રોમ્બોસિસ) જઈ શકે છે. આ રક્તનો ગંઠાઈ ગયેલો નાનકડો હિસ્સો તૂટીને હૃદયની જમણી બાજુએથી ફેંફસા સુધી પહોંચી જઈ શકે છે, જે પલ્મોનરી એમ્બોલિઝમ તરીકે ઓળખાતી જીવલેણ સ્થિતિ પેદા કરી શકે છે. ક્યારેક-ક્યારેક આ ગંઠાયેલું રક્ત પગમાં ઊંડે રહેલી નસોમાં સ્થિત થઈ જઈ શકે છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની સમસ્યા સર્જે છે.
આથી, વેરિકોઝ નસની સમસ્યાને હળવાશથી લેવી જોઇએ નહીં!

લાંબા સમય સુધી બેસી રહેવાથી કે ઊભા રહેવાથી વેરિકોઝ નસની સમસ્યા સર્જાય છે.

લાંબા સમય સુધી સ્થિર ઊભા રહેવાથી વેરિકોઝ નસની સમસ્યા સર્જાતી નથી (જો આમ જ હોય તો ઇન્ડિયન આર્મીના મોટાભાગના જવાનોને વેરિકોઝ નસની સમસ્યા થઈ જાય). પરંતુ જો મૂળભૂત રીતે જ પગના પમ્પ ફેલ્યોરની અથવા તો આપના પગના વાલ્વ નબળા પડી જવાની સમસ્યા રહેલી હોય તો લાંબા સમય સુધી સ્થિરપણે બેસી કે ઊભા રહેવાથી આ બંનેના લક્ષણો અને વેરિકોઝ નસોની સમસ્યા બદત્તર બની જાય છે.

નિષ્ક્રિયતા નસોની બીમારીને વધુ બદત્તર બનાવી દે છે

વેરિકોઝ નસોની સમસ્યા વારસાગત હોય છે

વેરિકોઝ નસોનું આ એક ‘સર્વસામાન્ય જ્ઞાત’ તથ્ય છે, જે સાચું હોવાનું લાગે છે. વેરિકોઝ નસની સમસ્યા વારસાગત હોય છે. જોકે, એવું જરૂર નથી કે કુટુંબમાં દરેક વ્યક્તિને વેરિકોઝ નસની બીમારી થાય જ. તે જ રીતે, આપના કુટુંબમાં કોઈને વેરિકોઝ નસની બીમારી સંપૂર્ણપણે હોય જ નહીં તો પણ આપને પગના પમ્પ ફેલ્યોરની, વાલ્વ ફેઇલ થવાની અને વેરિકોઝ નસની બીમારી થઈ શકે છે.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays