લેસરથી થતી સારવાર

‘લેસર’ શબ્દ વિકરણના ઉત્સર્જનથી પ્રેરિત પ્રકાશ પ્રવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે. આ ટેકનિકમાં તાપ ઊર્જાનો ઉપયોગ વેરિકોઝ નસને બંધ કરવા માટે થાય છે. આ તાપ ઊર્જા વિશિષ્ટ પ્રકારના મશીન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારના ‘ડાયોડ લેસર’ ફાઇબર્સ દ્વારા તેને રક્તવાહિનીઓમાં આપવામાં આવે છે.

વેરીકોઝ નસની સારવારની એન્ડોવીનસ લેસર પદ્ધતિથી સર્જરીમાં પડતાં ચીરા કે ડાઘા જેવી કોઈ સમસ્યા સર્જાતી નથી અને લોકલ એનેસ્થેસિયા આપીને આ સારવાર કરવામાં આવે છે. વેરિકોઝ નસની મોટાભાગની સારવાર આ ટેકનિકનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે.

નસોમાં લેસર ફાઇબર

બાયોલેટિક લેસર મશીન

જ્યારે લેસર ઊર્જાને નસમાં આપવામાં આવે છે ત્યારે નસમાં રહેલી પાણીની માત્રા દ્વારા તાપ ઊર્જા પસંદગીયુક્ત રીતે અવશોષાય છે અને નસની આંતરિક પરત (ઇન્ટિમા-અંગની અંતરતમ અંતરછાલ)ને નુકસાન પહોંચાડી નસને બેસાડી દે છે અને બંધ કરી દે છે. પાછળથી ફાઇબ્રોસિસની પ્રક્રિયાને કારણે નસ કાયમીપણે બંધ થઈ જાય છે અને શરીરની ક્રિયાવિધિ દ્વારા બાકી બચેલી માંસપેશીને દૂર કરી દેવામાં આવે છે, જેથી કરીને લાંબી સમયાવધિ બાદ પણ નસ બિલકુલ દેખાતી નથી.

વેરિકોઝ નસની સારવારની લેસર ટેકનિક :

1. વેરિકોઝ નસના જે કેસની સારવાર કરવાની હોય તેનું પહેલાં તો ડોપલર અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ તરીકે ઓળખાતા સોનોગ્રાફી ટેસ્ટ વડે મૂલ્યાંકન કરવામાં આવે છે.

2. ત્યારબાદ નસના કદને ત્વચા પર ચિન્હિત કરવામાં આવે છે.

3. સોયને નસમાં જ્યાંથી દાખલ કરવાની છે તે જગ્યાએ લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડના દિશાનિર્દેશ હેઠળ નસમાં દાખલ કરવામાં આવેલ સોય બ્લડ ટેસ્ટ દરમિયાન નસમાંથી લોહી લેવાની પ્રક્રિયાની સમાન જ હોય છે.

4. સોય મારફતે ગાઇડ વાયરને નસમાં દાખલ કરવામાં આવે છે અને તેની પર કેથેટર તરીકે ઓળખાતી નાનકડી પ્લાસ્ટિકની ટ્યુબને દાખલ કરવામાં આવે છે. આ પોલી કેથેટર મારફતે પાતળા લેસર ફાઇબરને આગળ ધકેલવામાં આવે છે; આ સમગ્ર પ્રક્રિયા સોનોગ્રાફીના દિશાનિર્દેશ હેઠળ હાથ ધરવામાં આવે છે.

5. નસમાં લેસર ફાઇબરની સ્થિતિ લેસર ફાઇબરની ટોચે આવેલી લાલ લાઇટ દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે, જે ત્વચામાંથી પ્રકાશિત થતી જોઈ શકાય છે.

6. હવે, ટ્યુમેસેન્ટ એનેસ્થેસિયા નામે ઓળખાતા પાતળા એનેસ્થેટિક દ્રાવણની થોડી માત્રાને નસના સમગ્ર હિસ્સાને સમાંતર દાખલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ પાતળી સોય મારફતે અને અલ્ટ્રાસાઉન્ડના દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવે છે. આ એનેસ્થેટિક દ્રાવણને નસના સમગ્ર ભાગની આસપાસ દાખલ કરવામાં આવે છે, જેથી કરીને નસ લેસર ફાઇબર પર જ બેસી જાય છે. આ સાથે જ, નસની આસપાસ રહેલ એનેસ્થેટિક દ્રાવણનું સ્તર તાપ ઊર્જાને નસની આસપાસના માળખામાં ફેલાતી અટકાવે છે.

7. લેસર ફાઇબર હવે લેસર મશીન સાથે જોડાઈ ગયેલ છે અને લેસર ઊર્જાને નસમાં આપવામાં આવે છે. આમ કરવાથી નસ તુરંત બંધ થઈ જાય છે, જેને અલ્ટ્રાસાઉન્ડ ઇમેજમાં જોઈ શકાય છે. લેસર ફાઇબરને ધીમે-ધીમે પાછો ખેંચી લેવામાં આવે છે, જેથી કરીને નસ સંપૂર્ણ બંધ થઈ જાય.

8. અંતિમ પરિણામને નસ બેસી જવાના સ્વરૂપે લગભગ તુરંત જ જોઈ શકાય છે.

9. આ પ્રક્રિયાને અંતે કેથેટરને નસમાંથી કાઢી લેવામાં આવે છે, જેના પરિણામે ફક્ત એક નાનકડા છિદ્રનું ચિન્હ જ છુટી જાય છે. જે પણ થોડા દિવસમાં રૂઝાઈ જાય છે.

10. આ પ્રક્રિયાને અંતે સારવાર કરવામાં આવેલા પગ પર કૉમ્પ્રેશન બેન્ડેજ અથવા તો સ્ટોકિંગ લગાવવામાં આવે છે અને દર્દીને 15થી 20 મિનિટ ચલાવવામાં આવે છે. મોટાભાગના દર્દીઓ બીજા જ દિવસથી પોતાની સામાન્ય પ્રવૃત્તિઓ અને આવન-જાવન ફરી શરૂ કરી શકે છે.

વેરિકોઝ નસ માટે રેડિયોફ્રિક્વન્સી એબ્લેશન

આરએએફનો ઉપયોગ કરી વેરિકોઝ નસની સારવારનો મૂળભૂત સિદ્ધાંત લેસર જેવો જ છે. નસને બંધ કરવા માટે થર્મલ (તાપ ઊર્જા)નો ઉપયોગ કરવો. આ ટેકનિકમાં રેડિયોફ્રિક્વન્સી તરંગો દ્વારા ગરમી પેદા કરવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારની આરએએફ કેથેટર મારફતે ઊર્જાને નસની અંદર આપવામાં આવે છે. આ સારવારની ટેકનિક લેસર સારવાર જેવી જ રહે છે.

આડ અસરો

લેસર એબ્લેશન પદ્ધતિ એ ઘણા અંશે સહ્ય છે અને ખૂબ ઓછી આડ અસરો ધરાવે છે. આ રીતે સારવાર પામેલા દર્દીઓનો મોટો સમુહ સર્જરીના તુરંત બાદ તેમની સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે સક્ષમ હોય છે. કેટલાક દર્દીઓ સંકેચાઈ ગયેલ નસની આસપાસ થોડો દુઃખાવો અનુભવી શકે છે, જેના માટે સ્થાનિક સ્તરે આપવામાં આવતી ઠંડક અને સોજામાં રાહત આપનાર મલમ ઝડપથી અને સારી રાહત પૂરી પાડે છે. રુધિરાર્બુદ(હીમેટોમા)ની રચના ભાગ્યે જ થાય છે.
નાની ટેલેન્જેક્ટસિયા અને સ્પાઇડર નસોની સારવાર ઉપરાંત લેસર ટેકનિક લાંબી અને ટૂંકી સેફેનસ નસોની અક્ષમતાને કારણે થયેલ વેરાઇસિસની સારવાર માટે પણ અનુકૂળ છે, તેમજ પાર્શ્વ અને જાળીદાર નસો પર પણ તે પ્રભાવી છે.
નસની પરંપરાગત થેરાપી તથાકથિત ‘સ્ટ્રિપિંગ’ પ્રક્રિયાની સરખામણીએ લેસર એબ્લેશન ટેકનિકના અનેક ફાયદા છેઃ તે ઓછામાં ઓછી ઇન્વેસિવ છે અને આથી તે ઇષ્ટત્તમ કૉસ્મેટિક પ્રભાવ આપનાર, શ્રેષ્ઠ અને ખૂબ જ આશાસ્પદ પરિણામો આપવા સાથે ખૂબ ઓછી પીડાદાયક પ્રક્રિયા છેઃ દર્દી સારવાર માટે અંદર આવે છે અને ફક્ત એક કલાકની અંદર તે વેરાઇસિસની સમસ્યાના ઉકેલ સાથે બહાર નીકળે છે!

લેસર પ્રક્રિયાની સર્જરી સાથે સરખામણી

લેસર સર્જરી
1. ઓપીડીની પ્રક્રિયા 1. હોસ્પિટલની પ્રક્રિયા
2. લોકલ એનેસ્થેસિયા 2. જનરલ એનેસ્થેસિયા
3. એક કલાકની પ્રક્રિયા 3. ત્રણ – ચાર કલાકની પ્રક્રિયા
4. કોઈ આરામ લેવાની જરૂર નહીં 4. એક અઠવાડિયાનો આરામ કરવો પડે છે
5. તે જ દિવસે કામ ફરી શરૂ કરી શકો છો 5. બે કે ત્રણ અઠવાડિયા બાદ કામ ફરી શરૂ કરી શકો છો
6. લાંબા ગાળે ફરી થવાની શક્યતા 2-4% છે 6. લાંબા ગાળે ફરી થવાની શક્યતા 20-40% છે
7. પરવડે તેવી 7. મોંઘી

ગ્રેટ સેફેનસ નસની વેરિકોઝ નસ – લેસર સારવારના કેસ સ્ટડીઝ

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays