સારવારની પદ્ધતિઓ

વેરિકોઝ નસની સારવાર માટેની ઘણીબધી પદ્ધતિઓ છે. જે ચોક્કસ પ્રક્રિયા કે પ્રક્રિયાઓના સંયોજનની ભલામણ કરવામાં આવે છે તે સ્થિતિની તીવ્રતા પર આધાર રાખે છે. સારવારના કેટલાક વિકલ્પોમાં નીચે મુજબનો સમાવેશ થાય છેઃ

એન્ડોવીનસ લેસર

કેટલાક કિસ્સાઓમાં, અંતર્નિહિત નસની બીમારીની સારવાર અત્યાધુનિક અલ્ટ્રાસાઉન્ડથી નિર્દેશિત લેસર ટેકનિકથી થાય છે, જેમાં ફક્ત એક પંચર કે છિદ્ર પાડવામાં આવે છે, જે એક ઇંચના ચોથા ભાગથી પણ નાનું હોય છે, જે કેટલીકવાર એન્ડોવીનસ લેસર કે ‘એન્ડોલેસર’ તરીકે પણ ઓળખાય છે, આ અભિગમ એવી સારવાર પૂરી પાડે છે, જેના માટે ભૂતકાળમાં મોટા ચીરા મારફતે સ્ટ્રિપિંગની જરૂર રહેતી હતી. અલ્ટ્રાસાઉન્ડના નિર્દેશ દ્વારા કરવામાં આવતા નસના ઉપચારમાં અમારો ઘણાં વર્ષોનો અનુભવ અમારા દર્દીઓને આ અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ વેઇન થેરાપી પૂરી પાડવા માટે અમને વિશિષ્ટ યોગ્યતા બક્ષે છે. આ પ્રક્રિયા ઑફિસમાં પણ થઈ શકે છે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!!

પરંપરાગત સારવાર

દર્દી જ્યારે હળવા લક્ષણો સાથે વેરિકોઝ નસની સામાન્ય સમસ્યા ધરાવતો હોય ત્યારે મોં વાટે લેવાની દવાઓ અને વિશિષ્ટ કૉમ્પ્રેશન સ્ટોકિંગ લક્ષણોમાં રાહત મેળવવા ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, વ્યક્તિએ એ બાબતથી વાકેફ રહેવું જોઇએ કે વેરિકોઝ વેઇન્સ એ ક્રમિક રીતે વધતી જતી સ્થિતિ છે અને આથી દવાઓ અને સ્ટોકિંગ્સનો ઉપયોગ કરવા છતાં બીમારીની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી, આપના ચિકિત્સક પાસે નિયમિતપણે તપાસ કરાવતા રહેવી એ મહત્વની બાબત છે.

એ) દવાઓ :

વિવિધ દવાઓની હિમાયત કરવામાં આવે છે, જે પ્રભાવની વિવિધ માત્રા ધરાવે છે. જે સૌથી સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે તે હોર્સ ચેસ્ટનટ વૃક્ષની છાલનો અર્ક છે, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઉપલબ્ધ છે. સ્પાઇડર નસના કિસ્સામાં તે બળતરાના લક્ષણોમાં રાહત આપતી હોવાનું અને ઘૂંટી પરના સોજામાં મદદરૂપ થતી હોવાનું નોંધાયું છે.

ખૂબ જ વ્યાપકપણે જેની પર અધ્યયન થયેલ છે તે એમપીએફએફ (માઇક્રોનાઇઝ્ડ પ્યુરિફાઇડ ફ્લેવેનોઇડ ફ્રેક્શન) છે, જે ડેફ્લોન તરીકે ઉપલબ્ધ છે. રેન્ડમ રીતે કરવામાં આવેલી ઘણી બધી અજમાયશોમાં તે થાક અને પગના દુઃખાવામાં મદદરૂપ થતી હોવાનું, ઘૂંટી પરનો સોજો ઘટાડતી હોવાનું અને વેરિકોઝ અલ્સર્સની ઝડપથી રૂઝ લાવવામાં મદદરૂપ થતી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેના માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, અને જો ડૉક્ટરને લાગે કે આ દવાથી આપને ફાયદો થઈ શકે તેમ છે તો જ તેઓ આપને તે લેવાનું સૂચવશે.

બી) ગ્રેજ્યુએટેડ કૉમ્પ્રેશન સ્ટોકિંગ્સ :

સ્ટોકિંગ્સ(પગનાં મોજાં) એ વિરિકોઝ નસની પ્રારંભિક સમસ્યાનો મુખ્ય આધાર છે. તે પગના દુઃખાવા અને પગ ખેંચાવાના લક્ષણોમાં રાહત આપવામાં મદદરૂપ થવાની સાથે-સાથે વેરિકોઝ નસની તીવ્રતાના વૃદ્ધિ પામવાના દરમાં પણ ઘટાડો કરે છે.

સી) નિયમિત વ્યાયામ :

નિયમિતપણે ચાલવા કે દોડવાથી તે પીંડીના પમ્પને સક્રિય કરે છે અને નસોમાંથી રક્તને ખાલી કરવામાં અને હૃદયમાં પાછું પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
1. પીડા અને દુઃખાવા જેવા લક્ષણો ઘટાડે છે
2. અલ્સરના પુનરાવર્તનને ઘટાડે છે
3. સુપરફિશિયલ ફ્લેબિટાઇસ અને ડીવીટીની દ્રઢતા વધારે છે
4. દરરોજ 30 મિનિટ શ્રેષ્ઠ છે
5. હળવી કસરત મદદરૂપ થાય છે (ભારે વજન ઊંચકવાથી કે અન્ય કોઈ શ્રમસાધ્ય પ્રવૃત્તિથી દૂર રહો)

સ્ક્લેરોથેરાપી

આ એક ટેકનિક છે જેના દ્વારા દવાઓની થોડી માત્રાને સીધી જ વેરિકોઝ નસમાં દાખલ કરવામાં આવે છે. આ સ્ક્લેરોસેન્ટ દવાઓની એસિડિક પ્રકૃતિ નસના વાલ્વની અંદરની બાજુએ અસર કરી નસોને સંકોચે છે અને આખરે નસને બંધ કરી દે છે. ઉપચાર કરવામાં આવેલ નસના વ્યાસ પર આધાર રાખી સ્ક્લેરોસન્ટ દવાઓને વિવિધ સાંદ્રતામાં ઉપયોગમાં લઈ શકાય છે. તેને કાં તો પ્રવાહી સ્વરૂપે અથવા તો હવા કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ફીણની સામગ્રી તૈયાર કરવા દ્વારા દાખલ કરી શકાય છે. તેને સીધા પ્રત્યક્ષીકરણ દ્વારા અથવા તો ઊંડી નસોના કિસ્સામાં અલ્ટ્રાસાઉન્ડના નિર્દેશ હેઠળ નાનકડી સોય મારફતે નસમાં દાખલ કરવામાં આવે છે.
સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ સોડિયમ ટેટ્રાડેસીલ સલ્ફેટ અથવા તો પોલિડોકેનોલ છે.

ફોમ સ્ક્લેરોથેરાપી

સ્ક્લેરોસિંગ એજન્ટને તેના પ્રવાહી સ્વરૂપે ઉપયોગમાં લેવાને બદલે આ ટેકનિક ફોમ સ્ક્લેરોસિંગ દ્રાવણનો સમાવેશ કરે છે. ફોમ સ્ક્લેરોથેરાપી પાછળનો સિદ્ધાંત દાઢી કરવાની ક્રીમને જે બાબત અસરકારક બનાવે છે તેને સમાન જ છેઃ પ્રવાહી કરતા ફીણ વધુ મોટું વર્ગફળ ધરાવે છે, જે લક્ષ્યની સપાટી પર વળગી રહેવાની તેની શક્યતા વધારી દે છે.ફોમ સ્ક્લેરોથેરાપી નસને ઉત્તેજિત કરે છે અને તેનું પ્રવાહી સ્ક્લેરોથેરાપી કરતાં વધુ ઝડપે નસનું સંકોચન કરે છે.

સર્જિકલ લાઇગેશન અને સ્ટ્રિપિંગ

સર્જિકલ સ્ટ્રિપિંગ વેરિકોઝ નસના ખૂબ જ ગંભીર એવા 10% કેસમાં જ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે તે મુખ્ય સુપરફિશિયલ નસ (લાંબી સેફેનસ નસ)ને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જે જંઘામૂળ (સાથળના મૂળ)થી ઘૂંટી સુધી જાય છે.તે ફક્ત ત્વચામાંથી રક્તનો સંગ્રહ કરે છે.નસને દૂર કરવાથી પગમાં રક્તનો પ્રવાહ પ્રભાવિત થતો નથી કારણ કે, પગમાં ઊંડે આવેલી નસો રક્તના મોટા જથ્થાની સંભાળ રાખે છે.વેઇન સ્ટ્રિપિંગ એ વેરિકોઝ નસોની સારવાર માટેની સૌથી જૂની પદ્ધતિ છે.તેની પહેલી સર્જરી 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી.પગમાં ઊંડે સુધી પહોંચવા અને અંતર્નિહિત રોગગ્રસ્ત નસનું સ્થાન નિર્ધારણ કરવા કાપા મૂકવામાં આવે છે.આ ઊંડે રહેલી નસો વચ્ચેથી વિવિધ ડિઝાઇનની લાંબી ‘સ્ટ્રિપર્સ’પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ સ્ટ્રિપર અને નસ બંનેને એકસાથે પગમાંથી ખેંચી કાઢવામાં આવે છે. માંસપેશીઓને ઇજા થવાની શક્યતા રહેલી હોવાને કારણે જનરલ એનેસ્થેસિયા (જેમાં દર્દી સંપૂર્ણપણે બેભાનાવસ્થામાં હોય છે અને વેન્ટિલેટર સાથે જોડાયેલ હોય છે)નો ઉપયોગ કરીને મોટે ભાગે આ પદ્ધતિ હાથ ધરવામાં આવે છે.સર્જરી હોસ્પિટલ કે તેને સમાન સર્જિકલ સુવિધા ખાતે હાથ ધરવામાં આવે તે જનરલ એનેસ્થેસિયા માટેની જરૂરિયાત છે.સપાટી પરની નસને સામાન્ય રીતે તે જ સમયે કેટલાક કાપા મારફતે દૂર કરવામાં આવે છે, જે પ્રત્યેક 1થી 4 ઇંચ જેટલા હોય છે.સાજા થવાનો સમયગાળો વ્યાપકરૂપે ભિન્ન હોય છે પરંતુ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયા જેટલો હોય છે.

વેરિકોઝ નસોની સર્જરીના 2 મુખ્ય પ્રકાર

1. મિની-ફ્લેબેક્ટોમી
2. એમ્બ્યુલેટરી સર્જરી
મિની-ફ્લેબેક્ટોમી એ ઑફિસમાં થઈ શકે તેવી સર્જિકલ પ્રક્રિયા છે, જેને નસના ખામીયુક્ત હિસ્સાને દૂર કરવા સૂક્ષ્મ કાપા મારફતે લોકલ એનેસ્થેસિયા હેઠળ હાથ ધરવામાં આવે છે.એક સાથળના મૂળમાં અને એક ઘૂંટી કે ઘૂંટણ પાસે કરવામાં આવતા બે નાના કાપા મારફતે લાંબી સેફેનસ નસને દૂર કરવા હોસ્પિટલમાં એમ્બ્યુલેટરી સર્જરી કરવામાં આવે છે.

સર્જરીની આડ અસરો

સર્જરીને કારણે કાયમી ડાઘા પડી જઈ શકે છે.
સામાન્ય રીતે ગંભીર આડઅસરો જોવા મળતી નથી
જોકે, જનરલ એનેસ્થેસિયાને પરિણામે હંમેશા હૃદય અને શ્વસન સંબંધી જટિલતાઓનું જોખમ રહેલું હોય છે.
રક્તસ્રાવ અને રક્તનું ગંઠઈ જવાની સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ જમા થયેલું રક્ત સામાન્ય રીતે આપમેળે જ સ્થાયી થઈ જતું હોય છે અને વધારાની કોઈ સારવારની જરૂર રહેતી નથી.
ઘા પર ચેપ લાગવો, બળતરા થવી, સોજો આવવો અને લાલ ચકામા ઉપસી આવવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
નસોની આસપાસ ચેતાઓના ફાઇબર્સને નુકસાન પહોંચવું એ ખૂબ જ સર્વસામાન્ય જટિલતા છે, જેનાથી દુઃખાવો થઈ શકે છે.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays