અમારી ટીમ

અમારા ચિકિત્સકોએ વેરિકોઝ નસોની સર્વપ્રથમ દસ્તાવેજી લેસર સારવાર 6 જાન્યુઆરી 2003ના રોજ જસલોક હોસ્પિટલ ખાતે કરી હતી. વેરિકોઝ નસોની નોન સર્જિકલ પદ્ધતિઓથી અમારા હજારો દર્દીઓ લાભાન્વિત થયા છે, જેમાં લેસર, રેડિયોફ્રિક્વન્સી એબ્લેશન અને ફોમ સ્ક્લેરોથેરાપી જેવી વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિકોઝ નસ અંગે તજજ્ઞોના મૂલ્યવાન અભિપ્રાય અને તેની સારવાર માટે સમગ્ર ભારત અને 30થી વધુ દેશના દર્દીઓએ ડૉક્ટર હાઉસ વેઇન કેર સેન્ટરની મુલાકાત લીધી છે. અમારા સેન્ટર ખાતે, પ્રત્યેક દર્દી તેની/તેણીની નસની સ્થિતિની તપાસ માટે વિગતવાર તબીબી મૂલ્યાંકન અને તે પછી જો જરૂર જણાય તો અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ્સ અને અન્ય અદ્યતન પરીક્ષણો સહિતના સંપૂર્ણ મૂલ્યાંકનમાંથી પસાર થાય છે. ઘણા દર્દીઓને દવાઓ અને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ સહિતની નિવારણની પરંપરાગત પદ્ધતિઓની જરૂર રહેવાની હોવાથી સારવારની પ્રસ્તાવિત પદ્ધતિ દરેક દર્દી માટે વૈયક્તિક રીતે નિર્ધારિત કરવામાં આવેલ છે. જેઓ ખૂબ આગળના સ્તરમાં પહોંચી ગયેલી અથવા તો પીડાદાયક બીમારી ધરાવે છે તેમને અત્યાધુનિક ઉપચાર કરાવવાની સલાહ આપવામાં આવે છે. સારવારની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ અમારા સહાયક ડૉક્ટરો અને નર્સ (પુરુષ અને મહિલા) અમારા દર્દીને આગળની કાર્યવાહી અને સંચાલનમાં મદદરૂપ થાય છે. અમારી ટીમ જસલોક હોસ્ટિપલ અને એપોલો હોસ્પિટલ જેવી હોસ્પિટલો દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે હોસ્પિટલોમાં જો જરૂર જણાય તો જ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવે છે.

મુખ્ય સલાહકાર

વરિષ્ઠ સલાહકાર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શોએબ પડારિયા, એમડી ડીએમ, વર્ષ 1991થી મુંબઈમાં જસલોક હોસ્પિટલ ખાતે પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન્સ વિભાગના પ્રભારી છે.

મુંબઈમાં કેઇએમ હોસ્પિટલમાંથી અનુ સ્નાતક થયા બાદ તેમણે યુકે અને યુએસએમાં કાર્ડિયાક અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન્સમાં વધુ તાલીમ પ્રાપ્ત કરી હતી. ધમની સંબંધિત અને નસોની બીમારીઓની સારવારમાં બહોળો અનુભવ ધરાવવાની સાથે તેમણે વેરિકોઝ નસોના એન્ડોવીનસ એબ્લેશનને દેશમાં પ્રચલિત કર્યું છે.

તેઓ વીનસ એસોસિયેશન ઑફ ઇન્ડિયાના સ્થાપકોમાંના એક છે અને તેના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ એશિયન વીનસ ફૉરમના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે આકર્ષક પ્રવચનો અને વ્યાખ્યાનો પણ આપ્યા છે.

તેમને અમેરિકન કૉલેજ ઑફ ફ્લેબોલોજીના આંતરરાષ્ટ્રીય સલાહકાર મંડળના સભ્ય તરીકે નામાંકિત થવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. ભારતના એસોસિયેશન ઑફ ફિઝિશિયનની ગવર્નિંગ કાઉન્સિલ મુજબ તેઓ નસોની બીમારીઓના નિષ્ણાત છે.

રાષ્ટ્રીય સલાહકાર મંડળ

1. ડૉ. રાવુલ જિંદાલ, એમએસ એફઆરસીએસ, વરિષ્ઠ વાસ્ક્યુલર સર્જન છે અને મોહાલી ખાતે આવેલ ફોર્ટિસ હોસ્પિટલના વાસ્ક્યુલર સર્જરી વિભાગના વડા છે. ધમની સંબંધિત અને નસોના વિકારોમાં બહોળો અનુભવ ધરાવતા ડૉ. જિંદાલ ઉત્તર ભારતના ટોચના વાસ્ક્યુલર નિષ્ણાતોમાંના એક છે. તેઓ હાલમાં વીનસ એસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ છે.

2. ડૉ. રામક્રિષ્ના પિંજાલા, એમએસ, હૈદરાબાદ ખાતે આવેલ નિઝામ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં વાસ્ક્યુલર સર્જરીના પ્રોફેસર અને વાસ્ક્યુલર સર્જરી વિભાગના વડા છે. વાસ્ક્યુલર ક્ષેત્રના ખ્યાતનામ અગ્રણી એવા ડૉ. પિંજાલા વીનસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ રહી ચૂક્યા છે.

આંતરરાષ્ટ્રીય સલાહકાર મંડળ

1. ડૉ. માર્ક મેલોફ, એમબીબીએસ એફઆરએસીએસ એફઆરસીએસ, ખ્યાતનામ વાસ્ક્યુલર સર્જન છે અને વેરિકોસ નસની સારવારમાં વિશેષજ્ઞતા ધરાવે છે અને ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વેરિકોઝ નસોના સંચાલનમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયામાં વાસ્ક્યુલર સોસાયટીઓ અને ઇન્ટરનેશનલ યુનિયન ઑફ ફ્લેબોલોજીમાં ટોચના સ્થાનો પર ફરજ બજાવી ચૂક્યા છે.

અલ્ટ્રાસાઉન્ડ ટીમ

1. ડૉ. વિજય ચાવડાઃ એમબીબીએસ, એમડી. તેઓ વીનસ ડોપલર પરીક્ષણોમાં વિશેષ અભિરુચિ ધરાવનાર વરિષ્ઠ રેડિયોલોજિસ્ટ છે. વર્ષ 1991થી તેમણે વેરિકોઝ નસો માટે હજારો વીનસ ડોપલર અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણો કરેલા છે અને આ મુશ્કેલ પરીક્ષણોમાં તેમણે સિદ્ધહસ્તતા હાંસલ કરી લીધી છે.

2. ડૉ. અશિતા જાનાનીઃ એમબીબીએસ, એમડી. તેઓ વરિષ્ઠ રેડિયોલોજિસ્ટ છે, જે નસો સંબંધિત બીમારીઓના અલ્ટ્રાસાઉન્ડ મૂલ્યાંકનમાં નિષ્ણાત છે.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays