વેરિકોઝ અલ્સર

પુખ્ત લોકોમાંથી 1-2% લોકો પગનું અલ્સર ધરાવતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, નસોની દીર્ઘકાલિક બીમારી અથવા તો વેરિકોઝ નસ કે પછી ડીપ વેઇન થ્રોમ્બોસિસને કારણે પગમાં અલ્સર થતું હોય છે.
સુપરફિશિયલ વેઇન રીફ્લક્સ (વેરિકોઝ નસ) અથવા તો ડીપ વીનસ રીફ્લક્સ (ડીવીટીના પરિણામ સ્વરૂપ)ને કારણે નસોના પરિભ્રમણમાં વધી ગયેલા દબાણના પરિણામ સ્વરૂપ પગની નસોમાં અલ્સર થાય છે.
પગના અલ્સરની સારવારમાં સતત દબાણની સાથે યોગ્ય કૉમ્પ્રેશન થેરાપી અત્યંત જરૂરી છે. અલ્સર પર યોગ્ય રૂઝ આવી જાય તે માટે આ કૉમ્પ્રેશન બેન્ડેજિંગને કેટલાક અઠવાડિયા સુધી રાખવી પડી શકે છે.પગની નસનું અલ્સર ધરાવતા દર્દી જો અલગથી અથવા તો પર્ફોરેટર વેઇન રીફ્લક્સની સાથે સુપરફિશિયલ રીફ્લક્સ ધરાવતા હોય તો આ પરિસ્થિતિની આ રીતે સારવાર કરવાથી તેમાં સારો સુધારો જોવા મળી શકે છે –તે અલ્સર પર રૂઝ આવવાનો દર પણ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે..
એન્ડોવીનસ લેસર અને ફૉમ સ્ક્લેરોથેરાપી દ્વારા સારવાર કરવાથી રૂઝ ઝડપથી આવે છે.

કેસ સ્ટડી #1

આ 45 વર્ષીય કૂક છેલ્લાં ત્રણ વર્ષથી રૂઝાઈ નહીં રહેલાં નસના અલ્સરથી પીડાતા હતા. તેમનો સેફેનો ફેમોરલ વાલ્વ અક્ષમ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે ગ્રેટ સેફેનસ નસની બિનકાર્યક્ષમતા અને તે ફેલાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.તેઓ ઘૂંટીની ઉપરના ભાગે પર્ફોરેટર નસના અનેકવિધ વાલ્વની અક્ષમતા પણ ધરાવતા હતા. ગ્રેટ સેફેનસ નસને બંધ કરવા માટે તેમની પર એન્ડોવીનસ લેસર સારવાર અને અક્ષમ થઈ ગયેલા પર્ફોરેટર્સને બંધ કરવા માટે 3%સોડિયમ ટેટ્રાડેસીલસલ્ફેટનો ઉપયોગ કરી ફૉમ સ્ક્લેરોથેરાપી હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ, નસના ઘા પર કૉમ્પ્રેશન બેન્ડેજની સાથે પ્લર્મિન મલમ લગાવવામાં આવ્યું હતું. 2 મહિનાની અંદર નસનું અલ્સર સંપૂર્ણપણે રૂઝાઈ ગયું હતું. 18 મહિને લેવામાં આવતા ફૉલોઅપમાંઅલ્સરની પુનરાવૃતિ જોવા મળી નહોતી.

કેસ સ્ટડી #2

15 કલાક સતત ઊભા રહીને કામ કરનારા આ 42 વર્ષીય દુકાનદારના જમણા પગમાં સુપરફિશિયલ વેરિકોસિટીઝ નોંધપાત્ર રીતે વધી ગઈ હતી, જે આખરે મેડિયલ મેલીયસ પર રૂઝાઈ નહીં રહેલાં અલ્સર તરફ દોરી ગઈ હતી. કૉમ્પ્રેશન બેન્ડેજ થેરાપીથી કોઈ ફાયદો થયો નહોતો. આખરે ફેલાઈ ગયેલી અને અક્ષમ થઈ ગયેલી ગ્રેટ સેફેનસ નસ અને તેની સાથે સંબંધિત અક્ષમ થઈ ગયેલા પર્ફોરેટર્સને બંધ કરવા માટે તેમની પર અન્ડોવીનસ લેસર સારવાર કરવામાં આવી. આ સારવાર બાદ ઘા રૂઝાઈ જાય એટલા માટે તેમને પ્લેર્મિન મલમની સાથે કૉમ્પ્રેશન સ્ટોકિંગ્સ (ક્લાસ 2) લગાવવાનું સૂચવવામાં આવ્યું. એક મહિનાની અંદર તેમની સુપરફિશિયલ વેરિકોસિટીઝ દૂર થઈ જવાની સાથે અલ્સર રૂઝાઈ ગયું હતું અને તેમની સમસ્યાનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું હતું. અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણે અગાઉ અક્ષમ થઈ ગયેલી પર્ફોરેટર નસો બંધ થઈ ગઈ હોવાની પુષ્ટી કરી હતી.

કેસ સ્ટડી #3

આ 60 વર્ષીય દુકાનદારને જમણા પગમાં ધીમે-ધીમે પિગ્મેન્ટેશન થવાની સાથે આખરે અલ્સર થઈ ગયું હતું, જેના માટે શક્ય એટલી તમામ સારવાર કરવા છતાં એક વર્ષ સુધી તે મટ્યું નહોતું. આખરે, તેમના પર્ફોરેટર નસોના વાલ્વ અક્ષમ થઈ ગયા હોવાનું નિદાન થયું હતું, જેની સારવાર એન્ડોવીનસ લેસર અને ફૉમ સ્ક્લેરોથેરાપીના સંયોજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ઘાને દરરોજ સામાન્ય સેલાઇન વડે સાફ કરવામાં આવ્યો હતો અને પ્લર્મિન મલમ તેની પર લગાવવામાં આવ્યું હતું. અહીં નીચે આપવામાં આવેલ ફોટો એક મહિનામાં ઘા પર આવી ગયેલી સરસ રૂઝને દર્શાવે છે.

કેસ સ્ટડી #4

આ 70 વર્ષીય વૃદ્ધ મહાશયને જમણા સેફેનો ફેમોરલ વાલ્વની એકંદરે અક્ષમતા અને ગ્રેટ સેફેનસ નસની વેરિકોસિટી તેમજ તેના સાથે સંબંધિત પર્ફોરેટરની અક્ષમતાને પગલે જમણા પગમાં મોટું અલ્સર થઈ ગયું હતું. તે છેલ્લાં 7 મહિનાથી થયેલું હતું અને ધીમે-ધીમે તેનું કદ વધી ગયું હતું. એન્ડોવીનસ લેસર દ્વારા અક્ષમ થઈ ગયેલા વાલ્વને બંધ કરીને અને જીએસવી તથા અક્ષમ થઈ ગયેલી પર્ફોરેટર નસને દૂર કરવાની સાથે-સાથે તેમની પ્લેર્મિન વડે દરરોજ ડ્રેસિંગ કરીને સારવાર કરવામાં આવી હતી. અહીં નીચે જણાવેલા પરિણામો મુજબ, 2 મહિનાની અંદર સારવારની અસર જણાઈ હતી.

કેસ સ્ટડી #5

ડાયાબિટીસ નહીં ધરાવનારી પરંતુ અતિસંવેદનશીલ એવી આ 84 વર્ષીય મહિલાપગના પાછળના ભાગે છેલ્લાં ત્રણ વર્ષથી રૂઝાય નહીં રહેલું મોટું અલ્સર ધરાવતા હતા. અલ્ટ્રાસાઉન્ડ ડોપલરના મૂલ્યાંકને ધમનીની બિનકાર્યક્ષમતા નહીં હોવાનું ઉજાગર કર્યું હતું જોકે, પગના મધ્ય અને નીચેના ભાગે એકથી વધુ પર્ફોરેટર્સ અક્ષમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમની એન્ડોવીનસ લેસર અને ફૉમ સ્ક્લેરોથેરાપી વડે સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્સરની સારવાર કરવા માટે દરરોજ સ્થાનિક પ્લેર્મિન મલમ લગાવવામાં આવ્યું હતું. અહીં નીચે જણાય છે તેમ, છ અઠવાડિયાની અંદર અલ્સર સંપૂર્ણપણે મટી ગયું હતું.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays